એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફેક ક્રિપ્ટોકરન્સીના મામલામાં શ્રીનગર ઝોનના લેહ-લદ્દાખ વિસ્તારમાં પ્રથમ વખત દરોડા પાડી રહ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ એઆર મીર અને અન્ય લોકો દ્વારા ફેક ક્રિપ્ટોકરન્સીનો બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે. તેના તાર હરિયાણાના સોનીપતથી લેહ અને જમ્મુ સાથે જોડાયેલા છે.

