Elon Musk : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક હંમેશા પોતાના કામથી લોકોને ચોંકાવી દે છે. ઈલોન મસ્કે હવે એક એવું કારનામું કર્યું છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ઇલોન મસ્કે ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 13 ઓક્ટોબર એલોન મસ્ક માટે ખૂબ જ ખાસ દિવસ હતો. સ્પેસએક્સે આ સ્ટારશિપ રોકેટ માટે નવી ઉડાન ભરી છે. સ્પેસએક્સની આ પાંચમી ફ્લાઇટ હતી જે આ વખતે સંપૂર્ણ રીતે સફળ રહી હતી.