Get App

કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળનો ડર: ખેતરોમાં સુકાયેલો પાક યજ્ઞમાં હોમી કોંગ્રેસનો અનોખો વિરોધ, જાણો શું છે ખેડૂતોની માંગ?

Gujarat rain deficit: કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની 35% થી વધુ ઘટથી ખેડૂતો પાયમાલ થયા છે. કોંગ્રેસે 50 સ્થળોએ સુકાયેલો પાક યજ્ઞમાં હોમી અનોખો વિરોધ નોંધાવ્યો. જાણો સરકાર પાસે કઈ મુખ્ય માંગો કરાઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 01, 2026 પર 4:49 PM
કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળનો ડર: ખેતરોમાં સુકાયેલો પાક યજ્ઞમાં હોમી કોંગ્રેસનો અનોખો વિરોધ, જાણો શું છે ખેડૂતોની માંગ?કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળનો ડર: ખેતરોમાં સુકાયેલો પાક યજ્ઞમાં હોમી કોંગ્રેસનો અનોખો વિરોધ, જાણો શું છે ખેડૂતોની માંગ?
Gujarat rain deficit: વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી

Gujarat rain deficit: ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં આ વર્ષે મેઘરાજા રીસાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ચોમાસાની સિઝનમાં 35 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. છેલ્લા 6 અઠવાડિયાથી આ વિસ્તારોમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી, જેના કારણે ખેતી અને પશુપાલન પર મોટું સંકટ આવી પડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા હવે કચ્છ અને સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ એકદમ ઉગ્ર બની ગઈ છે.

કોંગ્રેસનો અનોખી રીતે વિરોધ: સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ

ખેડૂતોની આ દયનીય સ્થિતિ સામે સરકારનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતરીને એકદમ અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ સૌરાષ્ટ્ર અને કચ્છની 50 જેટલી અલગ-અલગ જગ્યાઓ પર ખેતરોમાં જ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં પાણી વિના સુકાઈ ગયેલા પાક અને ખેતપેદાશોની આહુતિ આપવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, આ યજ્ઞ થકી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ મળે અને તેઓ ખેડૂતોની વેદના સાંભળે.

કયા જિલ્લામાં કેટલી છે વરસાદની ઘટ?

જો હવામાન વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ખરેખર ડરામણી છે. વરસાદ ન પડવાને કારણે સૌથી ખરાબ હાલત દ્વારકા અને પોરબંદર જિલ્લાની છે.

* દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 88 ટકા વરસાદની ઘટ છે.

* પોરબંદર જિલ્લામાં 72 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો