Get App

મુંબઈ-પુણે રૂટ પર જળપ્રલય અને ભૂસ્ખલન: ટ્રેનના પાટા ધોવાયા, 16 ટ્રેનો રદ્દ અને એક્સપ્રેસવે બંધ, જાણો લેટેસ્ટ અપડેટ

મુંબઈ-પુણે રૂટ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ટ્રેનના પાટા ધોવાયા. 16 ટ્રેનો રદ્દ, એક્સપ્રેસવે અને હાઈવે બંધ. મુસાફરી પહેલા ટ્રાફિક અપડેટ અને હેલ્પલાઇન નંબર અહીં જાણો.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2026 પર 9:41 AM
મુંબઈ-પુણે રૂટ પર જળપ્રલય અને ભૂસ્ખલન: ટ્રેનના પાટા ધોવાયા, 16 ટ્રેનો રદ્દ અને એક્સપ્રેસવે બંધ, જાણો લેટેસ્ટ અપડેટમુંબઈ-પુણે રૂટ પર જળપ્રલય અને ભૂસ્ખલન: ટ્રેનના પાટા ધોવાયા, 16 ટ્રેનો રદ્દ અને એક્સપ્રેસવે બંધ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગે 6 જુલાઈના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈ અને પુણેને જોડતા સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ રૂટ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કરજત-લોનાવાલા ઘાટ સેક્શનમાં જંગી ભેખડો ધસી પડવાથી ટ્રેન વ્યવહાર અને રોડ ટ્રાફિક બંનેને બ્રેક વાગી છે. જો તમે પણ મુંબઈ કે પુણે તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા આ લેટેસ્ટ અપડેટ ચોક્કસ વાંચી લો.

રેલવે ટ્રેક ધોવાયા, 16 ટ્રેનો કેન્સલ

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન હેઠળ આવતા ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે 'અપ મેઈન લાઈન' પર કાટમાળ અને મોટા પથ્થરો પડ્યા છે. ભારે વરસાદના કારણે ટ્રેનના પાટા પાણીમાં ધોવાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા રેલવે વિભાગે સોમવારે 16 ટ્રેનો રદ્દ કરી છે અને અન્ય 9 લાંબા અંતરની ટ્રેનોના રૂટ ડાયવર્ટ કર્યા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને પશ્ચિમ રેલવે તેમજ મધ્ય રેલવેના અધિકારીઓને યુદ્ધના ધોરણે ટ્રેક ક્લિયર કરવાના નિર્દેશ આપ્યા છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સ્વપ્નિલ નીલાએ જણાવ્યું કે, ઘાટ સેક્શનમાં છેલ્લા બે દિવસમાં અનુક્રમે 327 mm અને 162 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સોમવારે માત્ર 4 કલાકમાં જ 140 mm વરસાદ ખાબક્યો હતો, જેનાથી ભૂસ્ખલનની સ્થિતિ વધુ વણસી ગઈ છે.

રદ્દ કરાયેલી મુખ્ય ટ્રેનોનું લિસ્ટ

CSMT–પુણે ઇન્દ્રાયણી એક્સપ્રેસ

પુણે–સોલાપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ

બધા સમાચાર

+ વધુુ વાંચો