India-Pakistan relations: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ભારતે પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધો સંપર્ક કર્યો છે. આ સંપર્કનું કારણ છે જમ્મુની તવી નદીમાં આવી શકે તેવી ભયંકર પુરની ચેતવણી. ભારતે ઇસ્લામાબાદમાં આવેલા પોતાના ઉચ્ચાયોગ દ્વારા પાકિસ્તાનને આ ખતરા અંગે જાણ કરી છે. આ ચેતવણીને પગલે પાકિસ્તાને પણ પોતાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કર્યું છે.