G20 Brazil Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી G20 સમિટમાં ભાગ લેવા સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. આ તેમની ત્રણ દેશોની મુલાકાતનો બીજો તબક્કો છે, જે દરમિયાન તેઓ 18 અને 19 નવેમ્બરના રોજ બ્રાઝિલમાં યોજાનારી 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે. બ્રાઝિલ પહોંચતા જ ભારતીય રાજદૂત સુરેશ રેડ્ડીની આગેવાનીમાં ભારતીય પ્રતિનિધિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે, નાઈજીરિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલ પહોંચ્યા હતા. નાઈજીરીયામાં તેમણે રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી.