સરકારે સેબી ચીફ માધબી પુરી બુચને તપાસમાં નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બૂચ સામેની તપાસમાં કશું વાંધાજનક મળ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે તે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થશે. સેબી ચીફ સામે નાણાકીય અનિયમિતતાઓ અને હિતોના સંઘર્ષને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી અને અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે સેબીના વડા સામે આક્ષેપો કર્યા હતા.