Get App

શ્રાવણમાં સોમનાથ દર્શન માટે GSRTCની ખાસ વોલ્વો બસ સેવા, જાણો ભાડું અને સુવિધાઓ

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે જતા ભક્તો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રોજિંદી વોલ્વો બસ સેવા રાણીપ, અમદાવાદથી શરૂ કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2025 પર 11:18 AM
શ્રાવણમાં સોમનાથ દર્શન માટે GSRTCની ખાસ વોલ્વો બસ સેવા, જાણો ભાડું અને સુવિધાઓશ્રાવણમાં સોમનાથ દર્શન માટે GSRTCની ખાસ વોલ્વો બસ સેવા, જાણો ભાડું અને સુવિધાઓ
આ યોજના ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.

Somnath Yatra GSRTC Volvo Bus: પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે જતા ભક્તો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ખાસ વોલ્વો બસ સેવા શરૂ કરી છે. આ સેવા રાણીપ, અમદાવાદથી દરરોજ ઉપડશે, જેનો હેતુ યાત્રીઓને આરામદાયક અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવાનો છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમનાથ ખાતે 'વંદે સોમનાથ' નામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે યાત્રાને વધુ ખાસ બનાવશે.

બસનું શેડ્યૂલ

આ વોલ્વો બસ રાણીપથી સવારે 6:00 વાગ્યે રવાના થશે અને સાંજે આશરે 4:00 વાગ્યે સોમનાથ પહોંચશે. બીજા દિવસે સવારે 9:30 વાગ્યે સોમનાથથી પરત ફરીને રાત્રે 10:30 વાગ્યે રાણીપ, અમદાવાદ પહોંચશે. આ બે દિવસ અને એક રાતનું પેકેજ યાત્રીઓ માટે અનુકૂળ અને સમયસર સેવા પૂરી પાડશે.

પેકેજની વિગતો અને ભાડું

બધા સમાચાર

+ વધુુ વાંચો