Get App

કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે, યુવાનો માટે ખુલ્યા કારકિર્દીના નવા દ્વાર

Commercial pilot training Gujarat: પાયલટ બનવા માંગતા યુવાનો માટે ખુશખબર! ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગનું નેશનલ હબ બન્યું છે. નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થતાં રોજગારી અને એવિએશન સેક્ટરમાં વિશાળ તકો ઉભી થશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2026 પર 1:27 PM
કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે, યુવાનો માટે ખુલ્યા કારકિર્દીના નવા દ્વારકોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે, યુવાનો માટે ખુલ્યા કારકિર્દીના નવા દ્વાર
ગુજરાત એવિએશન સેક્ટરમાં ભરી રહ્યું છે ઊંચી ઉડાન

Commercial pilot training Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્રે એક મોટી હરણફાળ ભરી છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનને કારણે આજે ગુજરાત 'કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ' માટે દેશનું નેશનલ હબ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં એવિએશન પ્રોજેક્ટ્સ ઝડપથી વિકસી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ યુવાનો માટે પાયલટ બનવાના નવા રસ્તા ખોલી દીધા છે.

હવે કુલ 10 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન થશે

હાલમાં ગુજરાતમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. પરંતુ રાજ્યની મહત્વાકાંક્ષાઓ અહીં અટકતી નથી. બહુ જલ્દી ગુજરાતમાં વધુ 5 નવી ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થવા જઈ રહી છે. આ નવી સંસ્થાઓ શરૂ થતાં જ રાજ્યમાં કુલ 10 FTO નું મોટું નેટવર્ક ઊભું થશે. આ સાથે જ ગુજરાત પાયલટ ટ્રેનિંગ આપતું ભારતનું સૌથી મોટું ઈકોસિસ્ટમ બની જશે.

અત્યાર સુધીનો રેકોર્ડ શું કહે છે?

ગુજરાતમાં ચાલતી આ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સે શાનદાર પરિણામો આપ્યા છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 5200 થી વધુ વિદ્યાર્થીઓને એવિએશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 3200 થી વધુ યુવાનો કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) મેળવીને પાયલટ બની ચૂક્યા છે. હાલમાં પણ 200 થી વધુ ભાવિ પાયલટો પોતાની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

હાલમાં ક્યાં ક્યાં ચાલે છે ટ્રેનિંગ?

બધા સમાચાર

+ વધુુ વાંચો