Salangpur Mandir Vivaad: સાળંગપુરમાં હનુમાન દાદાના ભીંત ચિત્રોનો વિવાદ વકર્યો છે. 'કિંગ ઓફ સાળંગપુર'ના નામે જગવિખ્યાત હનુમાનજીને સ્વામીના દાસ ગણાવાતાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર મંદિર વિવાદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં હવે અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છેકે, VHP ના આગેવાનો આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે. વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહશે.

