Get App

Gujarat Water Crisis: ગુજરાતમાં ડેમોના તળિયા દેખાયા! ગયા વર્ષે 86 ડેમ છલોછલ હતા, આ વર્ષે માત્ર 20 ભરાયા; જાણો લેટેસ્ટ સ્થિતિ

Gujarat Water Crisis: ગુજરાતમાં અપૂરતા વરસાદથી મોટું જળ સંકટ ઘેરું બન્યું છે. ગત વર્ષે 86 ડેમ છલોછલ હતા, જ્યારે આ વર્ષે માત્ર 20 જ ભરાયા છે. રાજ્યના 76 ડેમમાં 25%થી પણ ઓછું પાણી બચ્યું છે. જાણો જળાશયોની એકદમ લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2026 પર 10:58 AM
Gujarat Water Crisis: ગુજરાતમાં ડેમોના તળિયા દેખાયા! ગયા વર્ષે 86 ડેમ છલોછલ હતા, આ વર્ષે માત્ર 20 ભરાયા; જાણો લેટેસ્ટ સ્થિતિGujarat Water Crisis: ગુજરાતમાં ડેમોના તળિયા દેખાયા! ગયા વર્ષે 86 ડેમ છલોછલ હતા, આ વર્ષે માત્ર 20 ભરાયા; જાણો લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં જળ સંકટનો ખતરો: મેઘરાજાની નારાજગી પડી ભારે

Gujarat Water Crisis: ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ જાણે નારાજગી વ્યક્ત કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાવાના કારણે રાજ્યમાં અત્યારથી જ પાણીની ગંભીર અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. જળાશયોના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ખરેખર ચિંતાજનક લાગી રહી છે.

ગયા વર્ષ અને આ વર્ષની સ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત

જો આપણે જળાશયોના ડેટાની સરખામણી કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. 6 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન રાજ્યના 86 ડેમ સંપૂર્ણપણે છલોછલ ભરાઈ ગયા હતા. પરંતુ, આ વર્ષે મેઘમહેર ન થતાં માત્ર 20 જ ડેમ 100 ટકા ભરાયા છે. જોકે, આખા રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ સરેરાશ 74.89 ટકા જેટલું પાણી સંગ્રહિત છે.

કયા વિસ્તારના કેટલા ડેમ સંપૂર્ણ ભરાયા?

સૌરાષ્ટ્ર: 141 ડેમમાંથી માત્ર 12 ડેમ જ સંપૂર્ણ ભરાયા છે. (ગયા વર્ષે 62 ડેમ ફૂલ હતા)

દક્ષિણ ગુજરાત: 13 ડેમમાંથી 7 ડેમ છલકાયા છે. (ગયા વર્ષે 9 ડેમ ફૂલ હતા)

બધા સમાચાર

+ વધુુ વાંચો