Gujarat weather forecast: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાએ વરસાદનો સૌથી વધુ હિસ્સો મેળવ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા પ્રમાણે, 10 ઓગસ્ટની સવારે 6 વાગ્યાથી 11 ઓગસ્ટની સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદે ધમાકેદાર હાજરી પુરાવી, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ઝાપટાં લગાવ્યાં.

