અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆતમાં હજુ બે મહિનાનો સમય બાકી છે, પરંતુ ભગવાન શિવના બર્ફના શિવલિંગના દર્શનની ઝાંખના પંજાબના કેટલાક ભક્તોએ કરાવી છે. આ ભક્તોએ પવિત્ર અમરનાથ ગુફા સુધી પહોંચીને બાબા બર્ફાનીની અદભૂત તસવીરો લીધી છે, જે હવે ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જી રહી છે. નોંધનીય છે કે હજુ સુધી શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના કોઈ અધિકારી કે સુરક્ષાકર્મી ગુફા સુધી પહોંચી શક્યા નથી.