Get App

અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી: ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત

US Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા અને ઈરાનને મોટી આર્થિક રાહત આપવાની જાહેરાત કરી છે. જાણો સમગ્ર ડીલ.

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2026 પર 9:57 AM
અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી: ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહતઅમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી: ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત
US Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક શાંતિ કરાર થવા જઈ રહ્યો છે.

US Iran Deal: દુનિયા માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લાંબો તણાવ હવે ખતમ થવા જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર પર સહમતી બની ગઈ છે. આવતા રવિવારે આ કરાર પર સત્તાવાર રીતે સહી કરવામાં આવશે.

આ સમજૂતીથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ને તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

જૂના કરાર કરતા કઈ રીતે અલગ છે આ ડીલ?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે માહિતી આપતા તેની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ઓબામાના સમયના કરાર કરતા આ નવી ડીલ એકદમ અલગ અને મજબૂત છે. આ નવી સમજૂતીથી એ વાત પાક્કી થઈ જશે કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં.

ઈરાન અને અમેરિકા વચ્ચે નક્કી થયેલી 14 મોટી શરતો:

ઈરાનની ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતી લેટેસ્ટ માહિતી મુજબ, આ બંને દેશો વચ્ચેનો કરાર કુલ 14 શરતો પર આધારિત છે. જે નીચે મુજબ છે:

1) ઓઇલ નિકાસને છૂટ: ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો