ICC Rankings: આઈસીસી (ICC) દ્વારા નવા વર્ષ 2026ની પહેલી વનડે રેન્કિંગ જાહેર કરી દેવામાં આવી છે. આ નવી યાદીમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે. વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટના નંબર 1 બેટ્સમેન બની ગયા છે. જોકે, બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આ સમાચાર થોડા નિરાશાજનક છે, કારણ કે તેમણે પોતાની ટોચની પોઝિશન ગુમાવી દીધી છે. હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ ચાલી રહી છે, જેના કારણે રેન્કિંગમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.

