GST Council Meeting: GST કાઉન્સિલની 56મી બેઠક આજે એટલે કે 3 સપ્ટેમ્બર 2025 ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠક 4 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ચાલુ રહેશે. આ બેઠકમાં GST સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં કર દર ઘટાડવા, પાલનને સરળ બનાવવા અને માળખાકીય સુધારાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં, AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઘરગથ્થુ ઉપકરણોના GST દર ઘટાડી શકાય છે. જેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે.