India-France Relations: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સાથે ફોન પર ચર્ચા કરી. આ ચર્ચામાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવા માટેના પ્રયાસો અને ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.