India-Russia oil trade: રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી TASSને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતીય તેલ કંપનીઓ જ્યાં પણ શ્રેષ્ઠ ડીલ મળશે, ત્યાંથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની પ્રાથમિકતા 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ભારત દ્વારા રશિયાથી રિયાયતી દરે તેલ ખરીદવાની ટીકા કરી રહ્યું છે.