BCCI Prize Money: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે પહેલી વખત ICC મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી પરાજિત કરીને આ અદ્ભુત વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ટીમના ખેલાડીઓ, કોચ અને સહાયક સ્ટાફ માટે BCCIએ 51 કરોડ રૂપિયાની નકદ ઇનામની જાહેરાત કરી છે, જે મહિલા ક્રિકેટના વિકાસમાં મહત્વનું પગલું ગણાય છે.

