Get App

જૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટિકિટનું બુકિંગ આજથી શરૂ

“મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 22, 2025 પર 2:56 PM
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટિકિટનું બુકિંગ આજથી શરૂજૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટિકિટનું બુકિંગ આજથી શરૂ
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય. 23થી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. ટિકિટ બુકિંગ 22 ફેબ્રુઆરીથી શરૂ.

જૂનાગઢમાં મહાશિવરાત્રિને લઈ મેળો યોજાઈ રહ્યો છે. સાધુ સંતો અને મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં હજારોની સંખ્યામાં આવતા લોકો માટે ટ્રેન બસની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23 ફેબ્રુઆરી 2025 થી 27 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો