Get App

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 6 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ', આભ ફાટે તેવી સ્થિતિની આગાહી

Gujarat weather forecast: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. 5 થી 7 જુલાઈ સુધી ડાંગ, વલસાડ અને ગીર સોમનાથ સહિત 6 જિલ્લાઓમાં આભ ફાટે તેવી સ્થિતિને લઈને રેડ એલર્ટ અપાયું છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 05, 2026 પર 7:28 PM
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 6 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ', આભ ફાટે તેવી સ્થિતિની આગાહીગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 6 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ', આભ ફાટે તેવી સ્થિતિની આગાહી
Gujarat weather forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની નવી આગાહી

Gujarat weather forecast: અમદાવાદ હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને અત્યંત મહત્વની અને ડરામણી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે, પરંતુ કેટલીક જગ્યાઓએ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે 5 થી 7 જુલાઈ સુધી "રેડ એલર્ટ" જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આભ ફાટે તેવો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.

કયા વિસ્તારોમાં છે રેડ એલર્ટનો ખતરો?

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, નીચેના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આશંકા છે:

દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં 5 થી 7 જુલાઈ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ 5 જુલાઈના રોજ અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

દિવસ મુજબ વરસાદની આગાહી:

બધા સમાચાર

+ વધુુ વાંચો