Get App

મેઘાનું જોર ઘટ્યું: 24 કલાકમાં માત્ર 92 તાલુકામાં વરસાદ, ભાવનગરમાં સૌથી વધુ 2.13 ઈંચ

Gujarat Rain 2025: ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ નબળી પડી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2025 પર 10:25 AM
મેઘાનું જોર ઘટ્યું: 24 કલાકમાં માત્ર 92 તાલુકામાં વરસાદ, ભાવનગરમાં સૌથી વધુ 2.13 ઈંચમેઘાનું જોર ઘટ્યું: 24 કલાકમાં માત્ર 92 તાલુકામાં વરસાદ, ભાવનગરમાં સૌથી વધુ 2.13 ઈંચ
હવામાન વિભાગના અહેવાલો અનુસાર ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Gujarat Monsoon Update: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેવું ચિત્ર ઉભું થયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નજીવું રહ્યું. ભાવનગર જિલ્લાના બે તાલુકામાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો, જેમાં ગારિયાધારમાં 2.13 ઈંચ અને સિહોરમાં 1.81 ઈંચ વરસાદ ખાબક્યો.

વરસાદનું પ્રમાણ ઘટ્યું, 90 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ

SEOCના રિપોર્ટ મુજબ, 10 જુલાઈ 2025ની સવારે 6 વાગ્યાથી 11 જુલાઈ 2025ની સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો. જોકે, આમાંથી 90 તાલુકામાં વરસાદનું પ્રમાણ 1 ઈંચથી પણ ઓછું રહ્યું. 30 તાલુકામાં તો માત્ર નામનો વરસાદ (1-2 એમએમ) નોંધાયો, જે દર્શાવે છે કે વરસાદી સિસ્ટમ હાલ નબળી પડી છે.

ભાવનગરમાં નોંધપાત્ર વરસાદ

ભાવનગર જિલ્લામાં ગારિયાધાર અને સિહોર તાલુકામાં અનુક્રમે 2.13 ઈંચ અને 1.81 ઈંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નજીવું રહ્યું. આ ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદની ઇન્ટેન્સિટી ઘટી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અહેવાલો અનુસાર ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, 12 અને 13 જુલાઈથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધે તેવી સંભાવના છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો