Get App

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઈંચ સાથે આભ ફાટ્યું!

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ! વલસાડમાં 2 કલાકમાં 6.10 ઈંચ અને માંગરોળમાં 12 ઈંચથી વધુ વરસાદ. 5 સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ અને આગાહી.

MoneyControl Newsઅપડેટેડ Jul 03, 2026 પર 9:13 AM
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઈંચ સાથે આભ ફાટ્યું!ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઈંચ સાથે આભ ફાટ્યું!
વલસાડમાં 2 કલાકમાં 6.10 ઈંચ અને માંગરોળમાં 12 ઈંચથી વધુ વરસાદ.

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ, ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે.

આજે વલસાડનો વારો, 2 કલાકમાં 6 ઈંચ

ગઈકાલે સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ પોતાનો મોરચો દક્ષિણ ગુજરાત તરફ વાળ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ વલસાડમાં તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો. માત્ર 2 જ કલાકમાં વલસાડમાં 6.10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. અત્યાર સુધીના આંકડા મુજબ આજે સવારથી રાજ્યના 29 જેટલા તાલુકાઓમાં મેઘમહેર ચાલુ છે.

5 વેધર સિસ્ટમ એકસાથે સક્રિય

બધા સમાચાર

+ વધુુ વાંચો