Get App

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: સુરતમાં જળબંબાકાર, કપરાડામાં 3 ઈંચ વરસાદ, જાણો 23 જુલાઈ સુધીની લેટેસ્ટ આગાહી

Gujarat Rain Latest Update: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, જ્યારે વલસાડના કપરાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2026 પર 7:09 PM
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: સુરતમાં જળબંબાકાર, કપરાડામાં 3 ઈંચ વરસાદ, જાણો 23 જુલાઈ સુધીની લેટેસ્ટ આગાહીગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: સુરતમાં જળબંબાકાર, કપરાડામાં 3 ઈંચ વરસાદ, જાણો 23 જુલાઈ સુધીની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Latest Update: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.

Gujarat Rain Latest Update: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર પોતાની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 57 થી વધુ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરત અને વલસાડમાં થયેલી અવિરત મેઘમહેરથી જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે.

સુરતમાં ધોધમાર વરસાદથી હાલાકી

શુક્રવારે (17 જુલાઈ) સાંજ પડતા જ સુરત શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. ઉધના, સચિન રોડ, વેસુ, અડાજણ, કતારગામ, અમરોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે નોકરીએથી ઘરે પરત ફરતા લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

57 થી વધુ તાલુકામાં વરસાદી આંકડા

લેટેસ્ટ માહિતી મુજબ, 17 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 57 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો