Get App

PM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને સંબોધિત કરતો વીડિયો ફેસબુક પરથી ડિલીટ થતાં મોટો હોબાળો મચ્યો છે. વિવાદ વધતા Meta એ માફી માંગીને વીડિયો ફરીથી અપલોડ કર્યો છે. જાણો આ સમગ્ર વિવાદ અને વીડિયોની વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2026 પર 12:38 PM
PM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફીPM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફી
પીએમ મોદીનો આ વીડિયો બ્લોક કરવાના મુદ્દે વિવાદ એટલો ગરમાયો કે આખરે મેટાએ સામે આવીને સત્તાવાર રીતે માફી માંગવી પડી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા દ્વારા એક મોટી ચૂક થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં NEET પેપર લીક મુદ્દે દેશના યુવાનોને સંબોધિત કરતો એક ખાસ સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, ફેસબુકે અચાનક આ વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધો હતો. જ્યારે યુઝર્સના ધ્યાનમાં આ વાત આવી ત્યારે ભારે રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર મોટો હોબાળો મચી ગયો.

વિવાદ વધતા મેટાએ માંગી માફી

પીએમ મોદીનો આ વીડિયો બ્લોક કરવાના મુદ્દે વિવાદ એટલો ગરમાયો કે આખરે મેટાએ સામે આવીને સત્તાવાર રીતે માફી માંગવી પડી છે. મેટાના પ્રવક્તાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, "આ કન્ટેન્ટ અમારાથી ભૂલથી હટાવી દેવામાં આવ્યું હતું, જેને હવે ફરીથી પ્લેટફોર્મ પર બહાલ કરી દેવામાં આવ્યું છે." એટલે કે પીએમ મોદીનો આ વીડિયો હવે ફેસબુક પર ફરીથી જોઈ શકાય છે.

કેન્દ્ર સરકારે લીધી ગંભીર નોંધ

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે ફેસબુકની આ હરકતની ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. સરકાર આ સમગ્ર મામલાને હળવાશથી લઈ રહી નથી અને તેની તપાસ ચાલી રહી છે. આટલું જ નહીં, સરકારે આ મોટી ભૂલ બદલ મેટાના ઉચ્ચ અધિકારીઓ પાસે સત્તાવાર જવાબ પણ માંગ્યો છે.

શું હતું પીએમ મોદીના આ વાયરલ વીડિયોમાં?

નોંધનીય છે કે, પીએમ મોદીએ 24 જુલાઈની મોડી રાત્રે દેશના વિદ્યાર્થીઓને સંબોધતો એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામપર એટલો વાયરલ થયો કે તેણે માત્ર 24 કલાકની અંદર સૌથી વધુ વ્યૂઝ મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. આ વીડિયોમાં પીએમ મોદીએ NEET વિવાદ પર વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો