Get App

પાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધ

Pakistan Naval Ship Collides With Indian Warship: 15 સપ્ટેમ્બર 2026ના રોજ અરબ સાગરમાં પાકિસ્તાની નેવીનું જહાજ ભારતીય યુદ્ધજહાજ સાથે ટકરાયું. પાકિસ્તાનની આ જોખમી હરકત સામે ભારતના વિદેશ મંત્રાલયે આકરો વિરોધ નોંધાવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 1:34 PM
પાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધપાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધ
15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું એક મુખ્ય યુદ્ધજહાજ તેના નિયમિત પેટ્રોલિંગ એટલે કે સર્વેલન્સ મિશન પર હતું. આ જ સમયે પાકિસ્તાન નેવીનું એક જહાજ ખૂબ જ હાઇ-સ્પીડથી ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું.

Pakistan Naval Ship Collides With Indian Warship: અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026 ની સાંજે પાકિસ્તાની નૌકાદળના એક જહાજે ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મારી દીધી હતી. પાકિસ્તાની જહાજ ચલાવવાની અસુરક્ષિત અને જોખમી રીતના કારણે આ દુર્ઘટના બની. જોકે, રાહતની વાત એ છે કે આ ટક્કરમાં બંને પક્ષે કોઈ મોટું નુકસાન થયું નથી. પણ આ નાપાક હરકત બાદ ભારતે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે.

ઘટના કેવી રીતે બની?

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, 15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું એક મુખ્ય યુદ્ધજહાજ તેના નિયમિત પેટ્રોલિંગ એટલે કે સર્વેલન્સ મિશન પર હતું. આ જ સમયે પાકિસ્તાન નેવીનું એક જહાજ ખૂબ જ હાઇ-સ્પીડથી ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું. સમુદ્રના આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂકીને પાકિસ્તાની જહાજે અસુરક્ષિત રીતે દાવપેચ કર્યા, જેના કારણે બંને દેશોના જહાજો સામસામે અથડાઈ ગયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો