Get App

US Israel weapons deal: બાયડને જે ડીલ રોકી હતી, હવે ટ્રમ્પ તે 40 હજાર ઘાતક બોમ્બ ઇઝરાયેલને આપવા તૈયાર! જાણો અમેરિકાનો નવો પ્લાન

US Israel weapons deal: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલને 40 હજાર શક્તિશાળી બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યા છે. જાણો 2.8 અબજ ડોલરની આ ડીલની સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 10:34 AM
US Israel weapons deal: બાયડને જે ડીલ રોકી હતી, હવે ટ્રમ્પ તે 40 હજાર ઘાતક બોમ્બ ઇઝરાયેલને આપવા તૈયાર! જાણો અમેરિકાનો નવો પ્લાનUS Israel weapons deal: બાયડને જે ડીલ રોકી હતી, હવે ટ્રમ્પ તે 40 હજાર ઘાતક બોમ્બ ઇઝરાયેલને આપવા તૈયાર! જાણો અમેરિકાનો નવો પ્લાન
આ ડીલ એવા સમયે થઈ રહી છે જ્યારે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા પછી ગાઝામાં શરૂ થયેલા યુદ્ધને કારણે ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે. અમેરિકાની મધ્યસ્થીથી ભૂતકાળમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયર થયું હતું, આમ છતાં હિંસા અટકી ન હતી.

US Israel weapons deal: મધ્ય પૂર્વમાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા, ઇઝરાયેલને 40 હજાર અત્યંત શક્તિશાળી બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના કાર્યકાળ દરમિયાન આ ડીલ પર રોક લગાવી દીધી હતી, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે આ ડીલને ફરીથી લીલી ઝંડી આપવાનો પ્લાન બનાવ્યો છે.

2.8 અબજ ડોલરની મોટી ડીલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન એક લશ્કરી કરાર હેઠળ ઇઝરાયેલને 2000 પાઉન્ડ વજનના અત્યંત ઘાતક અને શક્તિશાળી બોમ્બ આપવા જઈ રહ્યું છે. અમેરિકાના બે ઉચ્ચ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ આખું પેકેજ 2.8 અબજ ડોલરનું છે.

આ ડીલ હેઠળ ઇઝરાયેલને 40,000 બોમ્બ આપવામાં આવશે. હાલમાં આ પ્લાનને આખરી ઓપ આપવાનું બાકી છે, પરંતુ અમેરિકન કોંગ્રેસને આ અંગે અનૌપચારિક રીતે જાણ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગાઝામાં મોટા પાયે તબાહી અને નાગરિકોના જીવ જવાના ડરથી અગાઉ બાયડનન સરકારે આ બોમ્બની સપ્લાય અટકાવી દીધી હતી.

અમેરિકામાં વિરોધ કેમ થઈ રહ્યો છે?

આ ડીલનો મોટાભાગનો ખર્ચ ‘Foreign Military Financing' (FMF) દ્વારા ચૂકવવામાં આવનાર છે. અમેરિકામાં વિપક્ષને આ અંગે વાંધો છે. વિપક્ષનો દાવો છે કે આ સિસ્ટમ હેઠળ અમેરિકાના ટેક્સપેયર્સના પૈસા ઇઝરાયેલને આપવામાં આવે છે. ત્યારબાદ ઇઝરાયેલ એ જ પૈસાનો ઉપયોગ કરીને અમેરિકા પાસેથી હથિયારો ખરીદે છે.

ઇઝરાયેલની તાકાત વધારવા ટ્રમ્પનો પ્રયાસ

બધા સમાચાર

+ વધુુ વાંચો