Get App

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 101 તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ 6.8 ઈંચ

રાજ્યના 101 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે, જેમાંથી 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં પણ વરસાદની નોંધ થઈ છે. જોકે, વલસાડ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત જિલ્લો રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2025 પર 10:21 AM
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 101 તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ 6.8 ઈંચગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 101 તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ 6.8 ઈંચ
આ વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે, કારણ કે ચોમાસાની શરૂઆતથી ખેતરોમાં પાણીની ઉપલબ્ધતા વધશે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધડાકાભેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 6.8 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધબધબાટી વરસાદ બાદ હવે મેઘરાજા દક્ષિણ અને મધ્ય ગુજરાત તરફ વળ્યા છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, 19 જૂન 2025, સવારે 6 વાગ્યાથી 20 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં 6.8 ઈંચ વરસાદ ખાબક્યો, જે રાજ્યમાં સૌથી વધુ છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં 2 ઈંચથી લઈને 7 ઈંચ સુધી વરસાદ નોંધાયો, જેના કારણે નદીઓ અને ઝરણાંઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.

વલસાડ જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંકડા

વાપી- 6.8 ઈંચ

પારડી- 5.1 ઈંચ

કપરાડા- 4.5 ઈંચ

બધા સમાચાર

+ વધુુ વાંચો