Mexico tariff on India: અમેરિકા બાદ હવે મેક્સિકોએ પણ ભારતીય સામાન પર ભારે ટેરિફ (આયાત શુલ્ક) લગાવીને ભારતીય નિકાસકારો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. બુધવારે મેક્સિકોની સંસદે ભારત, ચીન અને અન્ય એશિયન દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયની સીધી અસર ભારતના ઓટોમોબાઈલ અને સ્ટીલ ઉદ્યોગ પર પડવાની સંભાવના છે.

