અમદાવાદમાં એર ઇન્ડિયાના ભયાનક પ્લેન ક્રેશની ઘટનાને એક દિવસ પછી, મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 ટેકઓફના માત્ર ત્રણ કલાક બાદ મુંબઈ પરત ફરી. આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રે નવો વિવાદ અને ચર્ચા જન્માવી છે. ફ્લાઇટના પાછા ફરવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ઇરાન-ઇઝરાયલ વચ્ચેના વધતા તણાવ અને ઇરાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.