UPI New Rules: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI ચુકવણીઓ અંગે મોટો ફેરફાર કર્યો છે. NPCI એ UPI દ્વારા વ્યક્તિ-થી-વેપારી (P2M) ચુકવણીઓ માટે દૈનિક વ્યવહાર મર્યાદા ₹10 લાખ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, જેનો હેતુ મુખ્ય ક્ષેત્રોમાં મોટી ચુકવણીઓને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. જોકે, વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ચુકવણીઓ માટેની દૈનિક મર્યાદા ₹1 લાખ રહેશે.