Get App

Navratri tanishq gift scame: તમે તો કોઈને નથી કર્યો તનિષ્ક વાળો Whatsapp મેસેજ? iPhone ના ચક્કરમાં ખાલી થઈ જશે બેંકનું ખાતુ

Navratri tanishq gift scame: આ રીતનો મેસેજ હાલમાં ઘણી સ્પીડથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે. અને 3 સવાલોની સાથે જ યૂઝરને કેટલાક હિડન ગિફ્ટ બૉક્સ સ્ક્રીન પર દેખાડવામાં આવે છે. આ બૉક્સમાં આઈફોન 15 હોવાનો દાંવો કરવામાં આવે છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 1:55 PM
Navratri tanishq gift scame: તમે તો કોઈને નથી કર્યો તનિષ્ક વાળો Whatsapp મેસેજ? iPhone ના ચક્કરમાં ખાલી થઈ જશે બેંકનું ખાતુNavratri tanishq gift scame: તમે તો કોઈને નથી કર્યો તનિષ્ક વાળો Whatsapp મેસેજ? iPhone ના ચક્કરમાં ખાલી થઈ જશે બેંકનું ખાતુ
શું તનિષ્ક ગિફ્ટમાં આપી રહ્યુ છે iPhone 15?

Navratri tanishq gift scame: શું તમને પણ કોઈ દોસ્ત કે સગાવાલાએ તનિષ્કની ગિફ્ટ વાળો મેસેજ વૉટ્સએપ કર્યો છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે તનિષ્ક નવરાત્રી ઑફરમાં iPhone 15 ગિફ્ટ કરી રહ્યુ છે. પરંતુ આ ગિફ્ટને લેવા માટે તમારે પહેલા આ મેસેજને કેટલાક લોકોને મોકલવો પડશે. જો તમારી પાસે આ મેસેજ આવ્યો છે, તો ભૂલથી પણ તેને આગળ ફૉરવર્ડના કરશો. કારણ કે આ એક સ્કેમ મેસેજ છે. આ મેસેજ પર ક્લિક કરી કે પછી તેને ફૉરવર્ડ કરી તમે છેતરપિંડના શિકાર થઈ શકો છો અને તમને નાણાકીય નુકસાન પણ સહન કરવુ પડી શકે છે.

જાણો મેસેજમાં શું કહેવામાં આવે છે?

આ રીતના મેસેજ આ દિવસો ખુબ તેજીથી વૉટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી રહી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે જ્વેલરી બૉન્ડ તનિષ્ક પોતાના ગ્રાહકોને એક કૉન્ટેસ્ટની સાથે iPhone 15 ગિફ્ટ કરી રહ્યા છે. મેસેજ વાંચ્યાની બાદ જેવા તમે આપેલ લિંક પર ક્લિક કરશો એટલે તમને કેટલાક સવાલ પૂછવામાં આવશે. યૂઝરથી તેમની ઉંમર અને ઝેંડર જેવી જાણકારી માંગવામાં આવી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો