Get App

નવી ટેલિકોમ પોલિસી 2025: 2030 સુધી દરેક ઘરમાં બ્રોડબેન્ડ, 10 લાખ નોકરીઓનું લક્ષ્ય

National Telecom Policy 2025: નવી ટેલિકોમ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 10 લાખ લોકોને રોજગાર આપવા અને કરોડો ઘરોમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવાનું લક્ષ્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2025 પર 12:22 PM
નવી ટેલિકોમ પોલિસી 2025: 2030 સુધી દરેક ઘરમાં બ્રોડબેન્ડ, 10 લાખ નોકરીઓનું લક્ષ્યનવી ટેલિકોમ પોલિસી 2025: 2030 સુધી દરેક ઘરમાં બ્રોડબેન્ડ, 10 લાખ નોકરીઓનું લક્ષ્ય
આ પોલિસીમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ લોકલ મેન્યુફેક્ચરિંગને 150% સુધી વધારવાની યોજના છે.

National Telecom Policy 2025: ભારત સરકારે નેશનલ ટેલિકોમ પોલિસી 2025નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, જે ટૂંક સમયમાં સંસદમાં રજૂ થશે. આ પોલિસીમાં 2030 સુધી દેશના 10 કરોડ ઘરોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનો અને 10 લાખ નવી નોકરીઓ ઊભી કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.

5G અને 6Gનો વિસ્તારની સાથે 10 કરોડ ઘરોમાં બ્રોડબેન્ડ

નવી ટેલિકોમ પોલિસી હેઠળ 2030 સુધી દેશની 90 ટકા વસતી સુધી 5G નેટવર્ક પહોંચાડવાનું અને 6G ટેક્નોલોજી લોન્ચ કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત 10 કરોડ ઘરોમાં બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડીપ લોકલાઇઝેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે. આ પોલિસી ભારતને ટેલિકોમ અને ટેક્નોલોજી સેક્ટરમાં વૈશ્વિક લીડર બનાવવાની દિશામાં આગળ વધશે.

રિમોટ એરિયામાં કનેક્ટિવિટી

આ ડ્રાફ્ટમાં ડિજિટલ ભારત નિધિ નામની નવી સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો ઉપયોગ દેશના દૂરના વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત 10 લાખ પબ્લિક વાઇ-ફાઇ હોટસ્પોટ રોલઆઉટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પોલિસીમાં ટેલિકોમને આર્થિક વિકાસ, સામાજિક સશક્તિકરણ અને ટેક્નોલોજી ઇનોવેશનનો આધાર ગણવામાં આવ્યું છે.

મેક ઇન ઇન્ડિયા અને ગ્લોબલ લીડરશિપ

આ પોલિસીમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ લોકલ મેન્યુફેક્ચરિંગને 150% સુધી વધારવાની યોજના છે. ભારતને 6G, AI, IoT અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પોલિસી દેશના ડિજિટલ ફ્યૂચરને ટ્રાન્સફોર્મ કરવા માટે એક મજબૂત વિઝન પ્રદાન કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો