Get App

ભારતની 1 પૈસાની ચાર્જ પર વાંધો! બાંગ્લાદેશ કેમ ચીન પાસેથી 127% મોંઘી વીજળી ખરીદવા જઈ રહ્યું છે?

India Bangladesh Power Trade: ભારત દ્વારા લગાવાયેલા 1 પૈસાના ચાર્જ સામે વાંધો ઉઠાવનાર બાંગ્લાદેશ હવે ચીન પાસેથી 127% વધુ ભાવે 25 ટકા પ્રતિ યુનિટ વીજળી ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. જાણો સમગ્ર મામલો.

MoneyControl Newsઅપડેટેડ Sep 02, 2026 પર 1:09 PM
ભારતની 1 પૈસાની ચાર્જ પર વાંધો! બાંગ્લાદેશ કેમ ચીન પાસેથી 127% મોંઘી વીજળી ખરીદવા જઈ રહ્યું છે?ભારતની 1 પૈસાની ચાર્જ પર વાંધો! બાંગ્લાદેશ કેમ ચીન પાસેથી 127% મોંઘી વીજળી ખરીદવા જઈ રહ્યું છે?
બાંગ્લાદેશે સરહદ પાર વીજળીની લેવડદેવડ માટે ભારત દ્વારા પ્રસ્તાવિત 0.01 રૂપિયા (1 પૈસો) પ્રતિ યુનિટના સેટલમેન્ટ ચાર્જ પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતના સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ક્રોસ બોર્ડર વેપાર માટે SNA ચાર્જ લાગુ કરાયો હતો.

China Waste to Energy Dhaka: બાંગ્લાદેશની વર્તમાન સરકારની નીતિઓ પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ બાંગ્લાદેશ ભારત દ્વારા લગાવવામાં આવેલા સાવ સામાન્ય પાવર ચાર્જ સામે વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ તે ચીનની એક કંપની પાસેથી અત્યંત મોંઘા ભાવે વીજળી ખરીદવાની તૈયારીમાં છે. બાંગ્લાદેશ હાલમાં ચાલી રહેલા ગંભીર વીજળી સંકટ, ગેસની અછત અને લાંબા બ્લેકઆઉટ વચ્ચે આ નિર્ણય લઈ રહ્યું છે, જેને લઈને આશ્ચર્ય સર્જાયું છે.

ભારતના 1 પૈસાના ચાર્જ સામે વિરોધ

તાજેતરમાં જ, બાંગ્લાદેશે સરહદ પાર વીજળીની લેવડદેવડ માટે ભારત દ્વારા પ્રસ્તાવિત 0.01 રૂપિયા (1 પૈસો) પ્રતિ યુનિટના સેટલમેન્ટ ચાર્જ પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતના સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ક્રોસ બોર્ડર વેપાર માટે SNA ચાર્જ લાગુ કરાયો હતો. બાંગ્લાદેશની સતત ફરિયાદો અને વિરોધ બાદ, ભારતે આ પ્રસ્તાવિત ચાર્જ ઘટાડીને અડધો એટલે કે 0.005 રૂપિયા પ્રતિ યુનિટ કરી દીધો હતો.

ચીન પર મહેરબાની: 127% મોંઘી વીજળી ખરીદશે

ભારતની આટલી સસ્તી ડીલ અને અડધા પૈસાના ચાર્જ સામે બૂમાબૂમ કરતું બાંગ્લાદેશ હવે ચીનની કંપનીને વીજળી માટે 25 ટાકા પ્રતિ યુનિટ ચૂકવવાની યોજના બનાવી રહ્યું છે. આ રેટ એટલો બધો વધારે છે કે તે ભારતીય સપ્લાયર્સને અપાતા આશરે 11 ટકા પ્રતિ યુનિટના ચાર્જ કરતા 127% વધારે છે. જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં બાંગ્લાદેશનો 1 ટકો ભારતના 0.77 રૂપિયા બરાબર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં ઈમ્પોર્ટેડ વીજળીની સરેરાશ કિંમત 5.82 ટકાથી વધીને 11.72 ટકા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો, ચીનને અપાતો 25 ટકાનો ભાવ સરેરાશ કિંમત કરતા બમણાથી પણ વધુ છે.

શું છે ચીનનો અમીનબજાર પ્રોજેક્ટ?

બધા સમાચાર

+ વધુુ વાંચો