Get App

ભૂકંપ આવતાં જ 320ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે! ગુજરાત-મહારાષ્ટ્રમાં લાગશે જાપાનની ખાસ સિસ્ટમ

Ahmedabad Mumbai Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. ભૂકંપ આવતા 320 કિમીની ઝડપે દોડતી ટ્રેન આપોઆપ ઊભી રહી જશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 24, 2026 પર 10:10 AM
ભૂકંપ આવતાં જ 320ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે! ગુજરાત-મહારાષ્ટ્રમાં લાગશે જાપાનની ખાસ સિસ્ટમભૂકંપ આવતાં જ 320ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે! ગુજરાત-મહારાષ્ટ્રમાં લાગશે જાપાનની ખાસ સિસ્ટમ
આ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવનારા કુલ 28 સિસ્મોમીટરમાંથી 6 મશીનો ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના એવા વિસ્તારોમાં મુકવામાં આવશે જે ભૂકંપ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.

Ahmedabad Mumbai Bullet Train: અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહેલી બુલેટ ટ્રેનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મુસાફરોની સુરક્ષાને લઈને એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે લોકોને એવો સવાલ થતો હોય છે કે જો ટ્રેન ફૂલ સ્પીડમાં હોય અને અચાનક ભૂકંપ આવે તો શું થાય? આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવેએ જાપાનની મદદથી એક જબરદસ્ત માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.

જાપાનની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

બુલેટ ટ્રેનમાં મુસાફરોની સેફ્ટી માટે જાપાનની પ્રખ્યાત ‘શિંકાનસેન’ હાઈસ્પીડ રેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનો આ હાઈસ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. આ આખા રૂટ પર કુલ 28 જેટલા અત્યાધુનિક 'સિસ્મોમીટર' લગાવવામાં આવશે. આ મશીનો એટલા પાવરફુલ છે કે તે જમીનમાં ભૂકંપની શરૂઆત થાય ત્યારે ઉત્પન્ન થતા પ્રાથમિક તરંગો એટલે કે P વેવને ગણતરીની સેકન્ડોમાં જ પકડી લેશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ અને ટ્રેન કેવી રીતે રોકાશે?

ભૂકંપના સામાન્ય સંકેત મળતા જ 'અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ' તરત જ એક્ટિવ થઈ જશે. સિસ્ટમ ચાલુ થતાં જ જે વિસ્તારમાં ભૂકંપની અસર હશે, ત્યાં બુલેટ ટ્રેનનો વીજ પુરવઠો (Power Supply) આપોઆપ કપાઈ જશે. પાવર કટ થતાં જ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ કામે લાગશે અને 320 કિમી પ્રતિ કલાકની તોતિંગ સ્પીડે દોડતી બુલેટ ટ્રેન સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઊભી રહી જશે. આ આખી પ્રક્રિયા એટલી ઝડપી હશે કે ભૂકંપની મોટી અને ગંભીર અસર જમીન પર દેખાય તે પહેલા જ ટ્રેન થંભી જશે અને અકસ્માત ટળી જશે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુકાશે ખાસ મશીનો

આ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવનારા કુલ 28 સિસ્મોમીટરમાંથી 6 મશીનો ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના એવા વિસ્તારોમાં મુકવામાં આવશે જે ભૂકંપ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. જાપાનથી સીધી આયાત કરવામાં આવેલી આ સુરક્ષા વ્યવસ્થાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોનો જીવ એકદમ સેફ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો