Pahalgam terror attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે ટૂરિસ્ટ, માર્યા ગયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને જમ્મુ-કાશ્મીર પોલીસ આ હુમલા પાછળના આતંકવાદીઓને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. જોકે, હજુ સુધી આતંકવાદીઓને પકડવામાં સફળતા નથી મળી, પરંતુ તપાસમાં ઘણા મહત્વના લીડ્સ મળ્યા છે. આ હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધાર્યો છે, જેમાં ભારતે પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

