Get App

લદ્દાખ માટે ઐતિહાસિક દિવસ: PM મોદીએ આપી 3350 કરોડની ભેટ, હવે 12 કલાકની સફર માત્ર 3 કલાકમાં થશે પૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખને 3350 કરોડના 5 મોટા પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. જેમાં 298 KM લાંબો નિમ્મુ-પદુમ-દારચા રોડ અને લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો સમાવેશ થાય છે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 2:30 PM
લદ્દાખ માટે ઐતિહાસિક દિવસ: PM મોદીએ આપી 3350 કરોડની ભેટ, હવે 12 કલાકની સફર માત્ર 3 કલાકમાં થશે પૂરીલદ્દાખ માટે ઐતિહાસિક દિવસ: PM મોદીએ આપી 3350 કરોડની ભેટ, હવે 12 કલાકની સફર માત્ર 3 કલાકમાં થશે પૂરી
આ મજબૂત રસ્તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ લેહના નિમ્મુને હિમાચલ પ્રદેશના દારચા સાથે ઝાંસ્કર વેલી થઈને સીધો જોડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લદ્દાખને એક બહુ મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ લદ્દાખમાં કનેક્ટિવિટી, વીજળી અને પાયાની સુવિધાઓ વધારવા માટે આશરે 3350 કરોડના 5 મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ યોજનાઓથી સ્થાનિક નાગરિકોની સાથે સાથે ભારતીય સેનાને પણ મોટો ફાયદો થવાનો છે.

નિમ્મુ-પદુમ-દારચા રોડ: 12 કલાકની સફર 3 કલાકમાં

આ પ્રોજેક્ટ્સમાં સૌથી મહત્ત્વનું કામ 298 કિલોમીટર લાંબા નિમ્મુ-પદુમ-દારચા રોડનું છે. આ રસ્તો દેશને અર્પણ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ માર્ગ પાછળ આશરે 2500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રસ્તાનો સૌથી મોટો ફાયદો એ છે કે અગાઉ જે સફર પૂરી કરતા 12 કલાકનો લાંબો સમય લાગતો હતો, તે હવે માત્ર 3 કલાકમાં જ પૂરી થઈ જશે. તેનાથી સ્થાનિક વેપાર અને રોજગારમાં પણ મોટો ઉછાળો આવશે.

આ રસ્તાની ખાસિયત અને સેના માટે તેનું મહત્ત્વ

આ મજબૂત રસ્તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ લેહના નિમ્મુને હિમાચલ પ્રદેશના દારચા સાથે ઝાંસ્કર વેલી થઈને સીધો જોડે છે. શ્રીનગર-લેહ અને મનાલી-લેહ હાઇવે સિવાય હવે દેશને આ ત્રીજો વૈકલ્પિક રસ્તો મળી ગયો છે. શિંકુન લા પાસ જેવા અત્યંત મુશ્કેલ પહાડી વિસ્તારોમાંથી પસાર થતો આ રસ્તો એન્જિનિયરિંગનો અદભુત નમૂનો છે.આ રસ્તો ખુલવાથી સશસ્ત્ર દળોની અવરજવર અને સરહદ પર જરૂરી સામાન પહોંચાડવો એકદમ સરળ બની જશે...ઝાંસ્કર વેલીના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્ય, શિક્ષણ અને બજારની સુવિધાઓ ઝડપથી મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો