Get App

PM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિત

PM Modi In Uzbekistan: PM મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ 'ઓર્ડર ઓફ ઓલી દરાજાલી દોસ્તલિક' એનાયત કરાયો. આ તેમનો 36મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. જાણો બંને દેશો વચ્ચેના મહત્વના કરારો અને યુરેનિયમ ડીલ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2026 પર 6:45 PM
PM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિતPM મોદીને મળ્યો ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, આ 36મું આંતરરાષ્ટ્રીય સન્માન 1.4 અબજ ભારતીયોને કર્યું સમર્પિત
PM Modi In Uzbekistan: ઉઝબેકિસ્તાનમાં PM મોદીનું ભવ્ય સન્માન

PM Modi In Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉઝબેકિસ્તાનના બે દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન ભારત માટે એક ખૂબ જ ગર્વની ક્ષણ આવી છે. પીએમ મોદીને ઉઝબેકિસ્તાન દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવોર્ડ 'ઓર્ડર ઓફ ઓલી દરાજાલી દોસ્તલિક'થી સન્માનિત કરવામાં આવ્યા છે. રવિવારે 30 ઓગસ્ટે રાજધાની તાશકંદમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવે PM મોદીને આ સન્માન એનાયત કર્યું હતું. આ સાથે જ પીએમ મોદીના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે, કારણ કે આ તેમને મળેલું 36મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

'આ 1.4 અબજ ભારતીયોનું સન્માન છે'

આ ઐતિહાસિક સન્માન સ્વીકાર્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, "ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મેળવવો તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ મારું કોઈ વ્યક્તિગત સન્માન નથી, પરંતુ 1.4 અબજ ભારતીયોનું સન્માન છે."

વધુમાં તેમણે બંને દેશોના સાંસ્કૃતિક જોડાણની વાત કરતા કહ્યું કે, "ભારતમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જ્યાં દિવસમાં 100 વાર 'દોસ્ત' શબ્દ ન બોલાતો હોય. 'દોસ્તલિક' શબ્દનો અર્થ મિત્રતા થાય છે અને તે બંને દેશો વચ્ચેના સંબંધોની ભાવનાને સુંદર રીતે રજૂ કરે છે." પીએમ મોદીએ આ એવોર્ડ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના મજબૂત સંબંધોને સમર્પિત કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો