Get App

ગુજરાતમાં મેઘાની મહેર: જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ, 90 તાલુકામાં મેઘવર્ષા

ગુજરાતમાં ચોમાસું સક્રિય છે, અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2025 પર 10:18 AM
ગુજરાતમાં મેઘાની મહેર: જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ, 90 તાલુકામાં મેઘવર્ષાગુજરાતમાં મેઘાની મહેર: જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ, 90 તાલુકામાં મેઘવર્ષા
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે.

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની સિઝન જોરદાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

નવસારીમાં મેઘોની ધમાકેદાર બેટિંગ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના આંકડા મુજબ, નવસારી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદે હાજરી પુરાવી.

* નવસારી: 2.20 ઈંચ

* ગણદેવી: 2.13 ઈંચ

* વાંસદા: 0.47 ઈંચ

* ચીખલી: 0.31 ઈંચ

બધા સમાચાર

+ વધુુ વાંચો