અયોધ્યાના રામ મંદિરમાં પ્રથમ માળે રામ દરબાર સહિત આઠ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ 3થી 5 જૂન દરમિયાન ગંગા દશહરાના પવિત્ર તહેવાર સાથે યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, અને દેશભરના ધાર્મિક નેતાઓ તેમજ સંતોને નિમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે. આ ઐતિહાસિક ઘટનાની શરૂઆત 2 જૂનથી એટલે કે આજથી સરયૂ આરતી સ્થળેથી નીકળનારી કલશ યાત્રાથી થશે.