S-400 defence system: ભારતની એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ S-400, જેને ‘સુદર્શન ચક્ર’ તરીકે ઓળખવામાં આવે છે, તેણે પાકિસ્તાનના તાજેતરના હુમલાના પ્રયાસોને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે. ઓપરેશન સિંદૂરથી બેચેન થયેલા પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો પ્રયાસ કર્યો, પરંતુ S-400ની શક્તિશાળી ક્ષમતાઓએ તેના દરેક ઈરાદાને નાકામ કરી દીધું. રશિયા દ્વારા નિર્મિત આ ડિફેન્સ સિસ્ટમની વિશેષતાઓ અને તાકાત વિશે આજે આપણે વિગતે જાણીશું.

