Get App

'બીમાર ગુજરાત': 3 વર્ષમાં 36 લાખથી વધુ લોકો હોસ્પિટલના બિછાને, સરકારના દાવા અને વાસ્તવિકતાના આંકડા જાણીને ચોંકી જશો!

Gujarat Health Report: શું ગુજરાત ખરેખર 'સ્વસ્થ' છે? કેન્દ્ર સરકારના આંકડાએ ગુજરાતની પોલ ખોલી નાખી છે. છેલ્લા 3 વર્ષમાં 36.46 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થયા અને 10,000 કરોડનો ખર્ચ થયો. વાંચો ગુજરાતની આરોગ્ય સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Feb 05, 2026 પર 11:57 AM
'બીમાર ગુજરાત': 3 વર્ષમાં 36 લાખથી વધુ લોકો હોસ્પિટલના બિછાને, સરકારના દાવા અને વાસ્તવિકતાના આંકડા જાણીને ચોંકી જશો!'બીમાર ગુજરાત': 3 વર્ષમાં 36 લાખથી વધુ લોકો હોસ્પિટલના બિછાને, સરકારના દાવા અને વાસ્તવિકતાના આંકડા જાણીને ચોંકી જશો!
Gujarat Health Report: શું ગુજરાત ખરેખર 'સ્વસ્થ' છે? કેન્દ્ર સરકારના આંકડાએ ગુજરાતની પોલ ખોલી નાખી છે.

Gujarat Health Report: ગુજરાત સરકાર અવારનવાર રાજ્યના આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની મોટી-મોટી વાતો કરે છે. દેશ-વિદેશના લોકો ગુજરાતમાં સારવાર લેવા આવે છે તેવા 'મેડિકલ ટુરિઝમ'ના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એટલે કે જમીની હકીકત કંઈક અલગ જ છે. હાલમાં જ સામે આવેલા આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યમાં બીમારીઓ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગુજરાત હવે જાણે 'બીમાર ગુજરાત' બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કેન્દ્ર સરકારે ખોલી ગુજરાતના સ્વાસ્થ્યની પોલ

રાજ્ય સરકાર ભલે ઉત્તમ કામગીરીના બણગા ફૂંકતી હોય, પરંતુ ખુદ કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં બીમારીનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. સરેરાશ દર વર્ષે 12 લાખથી વધુ ગુજરાતીઓ બીમારીના કારણે હોસ્પિટલના ખાટલે પહોંચી રહ્યા છે.

3 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો

છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કેવો સતત વધારો થઈ રહ્યો છે:

* વર્ષ 2022-23: 9.15 લાખ દર્દીઓ દાખલ થયા.

* વર્ષ 2023-24: આ સંખ્યા વધીને 12.80 લાખ પર પહોંચી.

બધા સમાચાર

+ વધુુ વાંચો