Sunita Williams Return: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. 9 મહિના ગાળ્યા પછી, તેઓ પૃથ્વી પર ઉતર્યા. તેમનું ડ્રેગન અવકાશયાન ભારતીય સમય મુજબ બુધવારે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું. અવકાશયાત્રીઓ અવકાશયાનમાં ચઢ્યા અને અવકાશયાનનો હેચ એટલે કે ડોર બંધ થઈ ગયા પછી, તેમને સ્પેશ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં લગભગ 17 કલાક લાગ્યા. આ પછી, બોટ સાથે હાજર ટીમે હેચ ખોલીને બધાને બહાર કાઢ્યા અને જરૂરી તબીબી તપાસ કરવામાં આવી. તેમના પૃથ્વી પર પાછા ફરવાનો વીડિયો પણ સામે આવ્યો છે.