Glottis IPO Listing: ટ્રાન્સપોર્ટેશન સર્વિસેઝ પૂરી પાડતી કંપની ગ્લોટિસના શેર આજે ભારતીય બજારમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા છે. IPOમાં 129ના ભાવે શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ BSE પર તે 88 અને NSE પર 84 પર ખુલ્યા. આનાથી IPOમાં રોકાણ કરનારાઓને તરત જ લિસ્ટિંગમાં લગભગ 34% જેટલું નુકસાન થયું છે. લિસ્ટિંગ પછી શેરમાં થોડી તેજી જોવા મળી અને BSE પર તે 89.35 સુધી પહોંચી ગયા, જેનાથી રોકાણકારો હજુ પણ 30.74% જેટલા નુકસાનીમાં છે. આજનું અપર સર્કિટ 105.55 પર છે, જેથી પહેલા દિવસે નફાની કોઈ આશા નથી દેખાતી.