Get App

Paternity Leave: તામિલનાડુમાં પુરુષ સરકારી કર્મચારીઓને મોટી ભેટ, હવે બાળકની સંભાળ માટે મળશે 15 દિવસની 'પિતૃત્વ રજા'

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યના પુરુષ સરકારી કર્મચારીઓ માટે પ્રથમ વખત 15 દિવસની પિતૃત્વ રજા આપવાની જાહેરાત કરી છે. જાણો રજાના નિયમો અને સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2026 પર 5:08 PM
Paternity Leave: તામિલનાડુમાં પુરુષ સરકારી કર્મચારીઓને મોટી ભેટ, હવે બાળકની સંભાળ માટે મળશે 15 દિવસની 'પિતૃત્વ રજા'Paternity Leave: તામિલનાડુમાં પુરુષ સરકારી કર્મચારીઓને મોટી ભેટ, હવે બાળકની સંભાળ માટે મળશે 15 દિવસની 'પિતૃત્વ રજા'
રુષ સરકારી કર્મચારીઓ તરફથી પિતૃત્વ રજા શરૂ કરવા અંગે સરકારને રજૂઆતો મળી હતી, જેના પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને સરકારે આ નિર્ણય લીધો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્ય સરકારમાં કામ કરતા પુરુષ કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના પુરુષ સરકારી કર્મચારીઓ માટે પ્રથમ વખત 'પિતૃત્વ રજા' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે પુરુષ સરકારી કર્મચારીઓ પોતાના બાળકની સંભાળ રાખવા માટે 15 દિવસની પિતૃત્વ રજા લઈ શકશે.

ક્યારે લઈ શકાશે આ 15 દિવસની રજા?

સરકારના આદેશ અનુસાર, પરિણીત પુરુષ સરકારી કર્મચારીઓ આ 15 દિવસની રજા બાળકના જન્મના 15 દિવસ પહેલાં અથવા બાળકના જન્મ પછીના 6 મહિનાની અંદર ગમે ત્યારે લઈ શકશે. પુરુષ સરકારી કર્મચારીઓ તરફથી પિતૃત્વ રજા શરૂ કરવા અંગે સરકારને રજૂઆતો મળી હતી, જેના પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને સરકારે આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે બાળકના જન્મની આસપાસનો સમય માતા અને બાળક બંને માટે ખૂબ જ મહત્વનો હોય છે. બાળકના જન્મ સમયે પતિ પોતાની પત્નીની સાથે રહી શકે અને તેની મદદ કરી શકે તે હેતુથી પરિણીત પુરુષ સરકારી કર્મચારીઓને 15 દિવસની 'પિતૃત્વ રજા' આપવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો