Weather Update: દેશના અનેક ભાગોમાં હવે કડકડતી ઠંડીની અસર વધવા લાગી છે. પહાડી વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્ય (0) ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે, જ્યારે મેદાની વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. ભારતીય હવામાન વિભાગ તરફથી 27 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, લદ્દાખના લેહમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.2 ડિગ્રી સેલ્સિયસ (-8.2°C) રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અન્ય ચાર હવામાન કેન્દ્રો પર પણ પારો શૂન્યથી નીચે રહ્યો છે.

