Get App

T20 World Cup: PM મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના, આજે નિકળશે વિજય પરેડ

T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતીને પોતાના દેશ પરત ફરી છે. ટીમ ઈન્ડિયા સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ટીમના તમામ ખેલાડીઓ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં સાંજે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 04, 2024 પર 4:01 PM
T20 World Cup: PM મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના, આજે નિકળશે વિજય પરેડT20 World Cup: PM મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના, આજે નિકળશે વિજય પરેડ
ટીમના ખેલાડીઓ એરપોર્ટથી સીધા નરીમાન પોઈન્ટ આવશે. મુંબઈ પોલીસની સાથે એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ પણ હાજર છે.

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આજે ભારતની ધરતી પર પગ મૂક્યો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી છે. ભારતે ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ખરાબ હવામાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, 11 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ કોઈ ICC ટ્રોફી જીતી છે. ચાહકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટ પર વહેલી સવારથી જ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. રોહિત એન્ડ કંપની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને ગયા હતા. પીએમ મોદીએ ખેલાડીઓ સાથે નાસ્તો કર્યો હતો. હાલમાં ભારતીય ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમના નિવાસસ્થાનેથી નીકળી ગયા છે. ટીમ ઈન્ડિયા સાંજે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લેશે.

ભારતીય ક્રિકેટ ટીમ આઈટીસી મૌર્યમાં રોકાઈ

બધા સમાચાર

+ વધુુ વાંચો