Get App

દાવોસમાં ગુંજશે 'વિકસિત ગુજરાત @2047'નો મંત્ર: WEF 2026માં ડેપ્યુટી CM હર્ષ સંઘવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

Viksit Gujarat @2047: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી WEF 2026 સમિટમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવી 'વિકસિત ગુજરાત @2047'નું વિઝન રજૂ કરશે. ગુજરાતમાં આવનારા મોટા રોકાણો અને રોજગારી વિશેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2026 પર 11:28 AM
દાવોસમાં ગુંજશે 'વિકસિત ગુજરાત @2047'નો મંત્ર: WEF 2026માં ડેપ્યુટી CM હર્ષ સંઘવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશેદાવોસમાં ગુંજશે 'વિકસિત ગુજરાત @2047'નો મંત્ર: WEF 2026માં ડેપ્યુટી CM હર્ષ સંઘવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
Viksit Gujarat @2047: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી WEF 2026 સમિટમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવી 'વિકસિત ગુજરાત @2047'નું વિઝન રજૂ કરશે.

Viksit Gujarat @2047: ગુજરાત હવે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક વિકાસ અને નવતર પ્રયોગો માટે એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાત સરકારના આ વિકાસ મોડેલ અને 'વિકસિત ગુજરાત @2047'ના વિઝનને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક મિટિંગમાં ગુજરાત સરકારનું એક ઉચ્ચ-સ્તરીય ડેલિગેશન ભાગ લેશે, જેનું નેતૃત્વ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે.

દાવોસમાં ગુજરાતની દમદાર હાજરી

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ મહત્વપૂર્ણ બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાવાની છે. આ સમિટમાં ગુજરાતની ભાગીદારી એ સાબિત કરે છે કે રાજ્ય આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને વેગ આપવો, નવી ટેક્નોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન આપવું અને ભવિષ્ય માટે એક મજબૂત અર્થવ્યવસ્થા ઊભી કરવાનો છે.

વૈશ્વિક કંપનીઓ સાથે 58થી વધુ બેઠકો

વિકાસ અને રોજગારી વધારવા માટે આ મુલાકાત ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. WEF 2026 દરમિયાન હર્ષ સંઘવી અને તેમની ટીમ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી (રિન્યુએબલ એનર્જી), ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, કેમિકલ અને એરોસ્પેસ જેવા મુખ્ય સેક્ટરો પર ફોકસ કરશે.

આ દરમિયાન, તેઓ વિશ્વના મોટા બિઝનેસ લીડર્સ અને રોકાણકારો સાથે 58થી વધુ હાઈ-લેવલ મીટિંગ્સ યોજશે. જેમાં નીચે મુજબની પ્રમુખ વૈશ્વિક કંપનીઓનો સમાવેશ થાય છે:

* એપી મોલર મર્સ્ક (AP Moller Maersk)

બધા સમાચાર

+ વધુુ વાંચો