Terrorist arrested in Gujarat: ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટલે કે ATSએ રવિવારેઅમદાવાદમાં એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો અને ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી. આરોપીઓ છેલ્લા એક વર્ષથી દેખરેખ હેઠળ હતા. ATS ના જણાવ્યા અનુસાર, ત્રણને હથિયાર સપ્લાય કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હોવાનો આરોપ છે. વિશ્વસનીય માહિતી મળ્યા બાદ, ATS એ રવિવારે સવારે ત્રણેયની ધરપકડ કરી.

