Get App

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ: 5 અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Heavy rain in Ahmedabad: અમદાવાદમાં વહેલી સવારથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. 5 અંડરપાસ બંધ કરાયા અને વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા. નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ફસાયા. જાણો લેટેસ્ટ વરસાદના આંકડા.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2026 પર 10:24 AM
અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ: 5 અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ: 5 અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
શહેરમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના પશ્ચિમ અને ન્યૂ પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી.

Heavy rain in Ahmedabad: અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને સવારના સમયે જ વરસાદ પડતાં સ્કૂલે જતા બાળકો અને ઓફિસે જતા નોકરિયાતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઠેર ઠેર પાણી ભરાયા, વાહનવ્યવહાર ખોરવાયો

શહેરમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના પશ્ચિમ અને ન્યૂ પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. સરખેજ, મકરબા, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાં વરસાદે બ્રેક મારી ન હતી. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અનેક લોકોની કંપનીની બસો રસ્તામાં જ બગડી ગઈ હતી, જેના લીધે લોકો ઓફિસ કે સ્કૂલ પહોંચે તે પહેલાં જ વરસાદમાં ખરાબ રીતે પલળી ગયા હતા.

5 અંડરપાસ કરાયા બંધ, વાસણા બેરેજની શું છે સ્થિતિ?

સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ શહેરમાં સરેરાશ 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો. પાણી ભરાવાની ગંભીર સ્થિતિને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 જેટલા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

બંધ કરાયેલા અંડરપાસ: પરિમલ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, અખબારનગર અંડરપાસ, મીઠાખળી અંડરપાસ અને મકરબા અંડરપાસ.

બધા સમાચાર

+ વધુુ વાંચો